Friday, February 22, 2019

હનુમાનજીના આ મંદિરમાં મનની દરેક વાત જાણી લે છે હનુમાનજી, થાય છે દરેક મનોકામના પૂર્ણ

નુમાનજીનું નામ આવતા જ લગભગ દરેક ભક્તના મનમાં હનુમાનજી પ્રત્યે ભક્તિભાવ જાગી જ જાય છે. દરેક ભક્તના મનમાં એક અનોખી શક્તિનો અહેસાસ થતો હોય છે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી, એવી કહેવાય છે કે જે પણ ભક્ત તેમનું નામ પૂરી શ્રદ્ધાથી લે છે તેમની દરેક સમસ્યા તરત દુર થઇ જાય છે અને જીવનમાં અનેક નવા રસ્તા ખુલે છે. આ જ કારણ છે જેથી હનુમાનજીના ભક્તો તેમનામાં ઘણી શ્રદ્ધા ધરાવતા હોય છે. જો તમે પણ હનુમાનજીની સાચા મનથી આરાધના કરો છો તો આજે અમે તમને હનુમાનજીના અમુક એવા ચમત્કારિક મંદિર વિષે જણાવીશું જ્યાં હનુમાનજી એ પોતાના ભક્તોના મનની વાત જાણી લે છે. તેમના આ મંદિરથી ભક્ત ક્યારેય ખાલી હાથે પરત આવતા નથી. આ મંદિરના હનુમાનજી એ ભક્તોના બધા દુખ હરી લે છે અને વ્યક્તિ હસતા હસતા પોતાના ઘરે પરત ફરે છે.



મનોકામના પૂર્તિ હનુમાન, દરભંગા.
મહાબલી હનુમાનજીનું આ મંદિર બિહારના દરભંગા જીલ્લામાં આવેલ છે. આને મનોકામના મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે અહિયાં જે પણ માનતા માનવામાં આવે છે એ પૂરી જરૂર થાય છે. તેના કારણે જ આ મંદિરનું નામ મનોકામના પૂર્તિ મંદિર રાખવામાં આવ્યું છે. જો તમે અહિયાં તામારી મનોકામના પૂરી કરાવવા માંગો છો તો અહિયાંની એક રીત બહુ અલગ છે. અહિયાં પોતાની મનોકામના લખીને મંદિરની પરિક્રમા કરવાની હોય છે અને મનમાં પ્રાર્થના કરવાની હોય છે તમે અહિયાં જોશો તો મંદિરની દીવાલ પર અનેક લોકોએ પોતાની મનોકામના લખેલી હોય છે.



હનુમાનજીનું મંદિર, પ્રયાગ.
હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં તેમની સુતેલ મુદ્રામાં મૂર્તિ છે. આ મંદિર પ્રયાગના સંગમઘાટ પર આવેલ છે. આખા ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની મૂર્તિ સુતેલ મુદ્રામાં છે. જ્યાં આ મૂર્તિ સુતેલી છે ત્યાં એવી માન્યતા છે કે જે પણ ભક્ત હનુમાનજીને લાલ સિંદુરનો લેપ લગાવશે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થશે. એક માન્યતા અનુસાર રાવણ સાથે યુદ્ધ કરીને હનુમાનજી થાકી ગયા હતા અને અહિયાં સુઈ ગયા હતા, સુતેલા હનુમાનજીને જોઇને માતા સીતાએ તેમને લાલ સિંદુરનો લેપ લગાવ્યો હતો, આ લેપ લગાવવાને કારણે હનુમાનજીમાં નવીન ઉર્જાનો સંચાર થયો હતો.


અખંડ જ્યોતિ બજરંગ બલી, ઉજ્જૈન.
હનુમાનજીના આ મંદિરના નામ પ્રમાણે જ મંદિર પ્રખ્યાત છે અહિયાં આ મંદિરમાં ક્યારેય જ્યોતિ બુઝાતી નથી. મહાકાલની નગરી ઉજ્જૈનમાં આ અખંડ જ્યોતિ હનુમાનજીનું મંદિર આવેલ છે. આ મંદિરે જે પણ ભક્ત પોતાની પ્રાર્થના લઈને આવે છે તે કદી ખાલી હાથે પરત નથી જતો. જો તમે પણ આ મંદિરમાં પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો તો બહુ સરળ રીત છે. તમારે લોટમાંથી દિવો બનાવવાનો છે અને એ દિવાને હનુમાનજી પાસે મૂકી દેવાનો છે. આ પ્રક્રિયા કરવાથી શનિની સાડા સાતીથી લઈને બીજી ઘણી સમસ્યાનું સમાધાન થઇ શકે છે.



પંચમુખી હનુમાન, કાનપુર.
પંચમુખી હનુમાન મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે અહિયાં હનુમાનજી અને લવ કુશ વચ્ચે યુદ્ધ થયું હતું. બજરંગબલી જાણી જાય છે કે આ બંને પ્રભુ રામના પુત્ર છે ત્યારે તેઓ જાણી જોઇને યુદ્ધ હારી જાય છે, પછી હનુમાનજીને બંધનમાં જોઇને માતા સીતા તેમને છોડાવવા માટે લાડુનો પ્રસાદ ધરાવે છે, બસ ત્યારથી જ આ મંદિરમાં હનુમાનજીને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે લાડુ ધરાવવાથી ભક્તની દરેક મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.

તો આવી રીતે પડયું અમદાવાદ ના પ્રખ્યાત માણેકચોક નું નામ

શિકાર વખતે એક સસલું અચાનક ઝાડી માંથી બહાર આવ્યું અને બાદશાહ ના કુતરા પર ધસી ગયું બાદશાહ ના કુતરા ગભરાઈ ને ભાગ્યા આ દ્રષ્ય જોઈને તે દંગ રહી ગયો અને વીચાર્યુ કે જે ધરતી ના સસલા આટલા બહાદુર છે એ ભૂમિ ના માણસો કેવા હશે. અને ત્યાં તેમણે અત્યારનું અમદાવાદ શહેર વસાવ્યું.



માણેકચોક જે દિવસે ઝવેરી બજાર અને રાત્રે ખાણી પીણી નું બજાર છે તરીકે જાણીતું છે. અહેમદશાહે માણેકચોક માણેકનાથ બાવાની યાદ માં બંધાવેલ છે. નદી નો પ્રવાહ બદલવા માટે બાદશાહે શાહીબાગ નજીક મજબૂત કોટ બનાવડાવ્યો. આ કોટ બંધાતો હતો ત્યાં નદીના કિનારે માણેકનાથ નામનો બાવો રેહતો હતો તે એક ગોદડી તૈયાર કરવા માંડ્યો સવાર થઈ સાંજ સુધી ગોદડીને દોરા ભરે અને સાંજ પડે એટલે દોરા કાઢી નાખે.



એમા એવું બનતું કે દોરા ભરાય એટલે કોટ ચણાય અને દોરા કાઢે એટલે કોટ પડી જતો એવુ થોડા દિવસ બનતા બાદશાહ ને આની જાણ થયી.તેમની પાસે ચમત્કારીક શક્તિઓ હતી.



બાદશાહ એ બાવા ને મળ્યો અને ચમત્કારિક શક્તિ બતાવવા વિનંતી કરી તો માણેકનાથ બાવા એ નાળચા વાળા લોટા ના મોઢામાં પ્રવેશ કર્યો તો બાદશાહે તરત જ લોટાનું મો અને નાળચું બંધ કરી દીધું તો માણેકનાથે કહ્યું કે, “તમે આ ઠીક ન કર્યું”. ત્યારે શાહે કહ્યું કે, “તમે ચમત્કાર કરીને મારો કોટ પાડી નાખો તે શું ઠીક છે!”
માણેકનાથ એ કહ્યું, “હવે હું કોટ નહીં પાડું પણ મારું નામ અહીં રહે એવઉ કંઇક કરજો.” આ સમાધાન કરીને બાદશાહે કોટ ફરી ચણાવ્યો અને ગણેશબારી આગળ જે બુરજ બન્યો એનું નામ માણેક બુરજ પડ્યું.
અને માણેકનાથ બાવા ની ઝૂંપડી આગળ મોટું બજાર ઉભું કરીને તેને માણેકચોક નામ આપ્યું.



Thursday, February 21, 2019

કબરો વચ્ચે ચાની ચુસ્કી, અમદાવાદની આવી છે અજબ-ગજબની ‘લકી’ રેસ્ટોરન્ટ


જો તમે ક્યારેય ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લો છો તો તમારે લાલ દરવાજા ની નજીક આવેલા લકી રેસ્ટોરન્ટમાં તો અવશ્ય જવું જોઈએ.કેમકે આ અનન્ય રેસ્ટોરન્ટ છે તેની વિશેષતા તેમાંથી બનેલી 12 કબરો છે.એકવાર તમે આ સમાચાર વાંચી લો તો તમને ખબર પડી જશે.



ન્યુ લકી રેસ્ટોરન્ટ એક જુના કબ્રસ્તાન ઉપર બનાવવામાં આવેલું છે.આ કબ્રસ્તાન ના માલિક કૃષ્ણયન કટ્ટી એ જ્યારે આ રેસ્ટોરન્ટ બનાવ્યું ત્યારે આ જૂની કબરો કાઢવાની જગ્યા એ તેની આજુ બાજુ જ ખુરશી ટેબલ લગાવી દીધા.





આ કબરો જુના મુસ્લિમ કબ્રસ્તાન ની છે અને આજે તે ખાવા પીવાની જગ્યા બની ગઈ છે.કટ્ટી કહે છે કે ‘કબરો’ સારી કિસ્મત લઈ ને આવી છે આ કબરો ના કારણે અમારું ભાગ્ય ખુલી ગયું છે.અહીં આવી ને લોકો ને અનોખો અનુભવ મળે છે.કબરો પહેલા જેમ હતી ને અત્યારે પણ તેમ જ છે અમારા ગ્રાહકો ને તેનાથી કોઈ આપત્તિ નથી.



રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ સૌથી પહેલા આ કબરો ઉપર ચાદર ચઢાવવામાં આવે છે.રેસ્ટોરન્ટ ની સફાઈ વખતે કબરો ની પણ સફાઈ થાય છે.
કટ્ટી નું કહેવું છે કે અહીં 2004 ની સાલ માં વિશ્વ ના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેન પણ આવેલા અને તેઓ ને એક ચિત્ર પણ ભેટ કરેલું છે.
આ કબરો કોની છે એના વિશે કઈ વધારે જાણકારી નથી.પરંતુ ત્યાંના સ્થાનિકો નું એવું માનવું છે કે આ કબરો વરસો પહેલા થઈ ગયેલા સૂફી સંત ના શિષ્યો ની છે.બાજુ માં સૂફી સંત ની દરગાહ પણ આવેલી છે.લગભગ એક ડઝન જેટલી કબરો અહીં ઉપસ્થિત છે.કબર ની ફરતે લોખંડ ની જાળી પણ છે.


Sunday, February 17, 2019

સત્યની પ્રાપ્તિ ન કરવાની હોય, એને પ્રગટ કરવું પડે - માનસ દર્શન (Article by Morari bapu)


સોક્રેટિસનાં ચાર સૂત્રો છે. એક છે, એકમાત્ર સાચી બુદ્ધિમત્તા એવી સમજણમાં છે કે તમે કંઈ નથી જાણતા. સૌથી મોટી બુદ્ધિમત્તા એમાં છે કે આપણે જાણી લઈએ કે હું કાંઈ નથી જાણતો. બહુ સુંદર સૂત્ર છે. આપણે કંઈ ન જાણતા હોવા છતાં કહીએ છીએ કે અમે બધું જાણીએ છીએ! ત્યાંથી આપણી અધ્યાત્મયાત્રા અટકી જાય છે. આપણે આગળ નથી વધી શકતા. જ્યારે એથેન્સવાસીઓએ દેવીને પૂછ્યું કે આપણે ત્યાં સૌથી મોટા જ્ઞાની કોણ છે? દેવીએ કહી દીધું, સોક્રેટિસ. હવે દેવી આમ કહી દે પછી તો શું કહેવું? તો બધા લોકો સોક્રેટિસ પાસે આવ્યા કે દેવીએ કહી દીધું છે કે સૌથી મોટા જ્ઞાની આપ છો. સોક્રેટિસે કહ્યું, દેવીએ કહ્યું હશે એ તમે સમજ્યા નહીં હોય કે પછી ખબર નહીં શું હશે, બાકી હું નથી જાણતો. હું જ્ઞાની નથી.
લોકો પાછા ગયા દેવી પાસે. કહ્યું, સોક્રેટિસ તો કહે છે કે હું જ્ઞાની નથી. દેવીએ હસતાં હસતાં કહ્યું કે એટલા માટે જ તો એ જ્ઞાની છે, કેમ કે એ કહી શકે છે કે હું જ્ઞાની નથી. એમ કહેવું બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. આપણને કોઈ જ્ઞાની કહે, ભક્ત કહે, એ સારું લાગે છે; બહુ પ્યારું લાગે છે. એ વાતોથી જે બહાર નીકળી ગયા, એમની વાતો આપણે સમજીએ તો ધન્ય થઈ શકીએ.
બીજું સૂત્ર, આત્માની ઉન્નતિ અથવા દેખભાળ બે વસ્તુથી થઈ શકે છે. એક વિવેક અને બીજી સચ્ચાઈ. વિવેક અને સચ્ચાઈ વિના આત્માની ઉન્નતિ આપણે નથી કરી શકતા. ‘વિવેક’ અને ‘સચ્ચાઈ’ આ બે શબ્દો બહુ જ આવશ્યક છે. હવે હું તુલસીનો આધાર લઉં તો વિવેકની પ્રાપ્તિ થાય છે સત્સંગથી. ‘બિનુ સત્સંગ બિબેક ન હોઈ.’ સત્યની પ્રાપ્તિ કરવાની નથી હોતી, એને પ્રગટ કરવું પડે છે. આપણે ખુદ ન કરી શકીએ તો કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે જે એને ખોલે, દીપ જલાવે. સત્ય એટલે સચ્ચાઈ અને વિવેકની વાત સોક્રેટિસે કરી. ગોસ્વામી ‘માનસ’માં કહે છે,
સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી.


માધવ સરિસ મીતુ હિતકારી.
એક છોડને મોટો કરવો હોય તો સારું ખાતર જોઈએ. સમયસર પાણી પાવું જોઈએ. બરાબર પવન જોઈએ. સુરક્ષા જોઈએ. સૂર્યનો તાપ પણ જોઈએ. ઉપદ્રવી જીવોથી એને બચાવવો પણ જોઈએ. સોક્રેટિસ આત્માની ઉન્નતિની વાત કરે છે એમાં બે જ વાત વચ્ચે મૂકે છે, વિવેક અને સચ્ચાઈ. સત્સંગથી વિવેક આવે છે. સત્સંગનો અર્થ છે સત્યનો સંગ. ઠીક છે, આપણે કહી દઈએ છીએ, હું બોલું, તમે સાંભળો એ સત્સંગ છે. સારી વાત થાય એ સત્સંગ છે, પરંતુ સત્સંગનો સાચો અર્થ છે સત્યનું હોવું અને એમાંથી જે પ્રગટ થાય છે એનું નામ વિવેક છે. સોક્રેટિસની દૃષ્ટિએ આત્માની ઉન્નતિની દેખભાળ વિવેક અને સચ્ચાઈમાં થાય છે. 
સોક્રેટિસ કહે છે, તમે મને દંડ દઈ રહ્યા છો તો દેવો વિરુદ્ધ પાપ કરી રહ્યા છો. મારો સ્વીકાર દેવતાઓએ કર્યો છે, તમે નહીં. મોટી વાત એ છે કે દેવ આપણને સ્વીકારે. લોકોનો શું ભરોસો? લોકો તો આજે સ્વીકારે ને કાલે ગાળો દે! આજે ચરણસ્પર્શ કરે, કાલે પગ ખેંચે! એમનું શું ઠેકાણું? જેમને સાધુપણું પામવું છે એ બંનેનો સ્વીકાર કરે. મને પૂછવામાં આવ્યું છે કે, ‘બાપુ, આપે કહ્યું, સ્વીકાર કરવો જોઈએ. તો કેટલી હદ સુધી સ્વીકાર કરવો?’ આ પ્રશ્ન વારંવાર ઊઠે છે. શુભ-અશુભ બંનેનો સ્વીકાર કરો. અસ્તિત્વએ એ નથી જોયું કે તું સારો છે કે ખરાબ છે. એને આપણને રહેવા માટે પૃથ્વી આપી છે. એણે જ એનું જળ આપણને પીવડાવ્યું છે.
એની જ હવાથી આપણને જીવતા રાખ્યા છે. એણે આપણને તેજ આપ્યું છે. અસ્તિત્વ આટલો સ્વીકાર કરે છે તો એની છાયામાં ઉછરનારા આપણે પણ એટલો સ્વીકાર કરીએ. આપણે પણ શુભ-અશુભથી દીક્ષિત થવાનું છે. આપણે નબળાઈઓનાં પૂતળાં છીએ. સોક્રેટિસને ખબર છે કે મને દંડ દેવામાં આવી રહ્યો છે એ પાયા વગરનો છે! આપણે જાણીએ છીએ કે સોક્રેટિસની સામે બે પ્રસ્તાવ આવ્યા હતા. સારા માણસો સમજતા હતા કે આ બુદ્ધપુરુષ રહી જાય તો સારું છે. બે પ્રસ્તાવમાં એક હતો કે અમે નૌકાની વ્યવસ્થા કરી દઈએ અને તમે અહીંથી નીકળી જાઓ.
કોઈ એવી સ્વતંત્ર જગ્યાએ ચાલ્યા જાઓ. દેશ છોડી દો. બીજી વાત આવી કે જ્યૂરીની સામે તમે મૌન રહો તો વાત ખતમ! સોક્રેટિસે કહ્યું કે આ બે વાતો માટે હું સત્યને એટલો મોટો ધોખો આપું? શું હું ભાગી જાઉં? હું એથેન્સ છોડી દઉં? મૃત્યુ જેવી નાની વાત, જે નિશ્ચિત જ છે. તો કહે, તમે ચૂપ રહો. સોક્રેટિસ સૌને એટલા પ્રિય હતા કે એ બજારમાં નીકળતા હતા તો યુવાનો એમને ચારે બાજુથી ઘેરી લેતા હતા. એ માણસ કેટલો પ્યારો હશે? એમણે કહ્યું, હું બોલવાનું બંધ નહીં કરું. એ માણસ કહે છે, હું મૌન નહીં રહું અને ભાગીશ પણ નહીં. સત્યનો ઉપાસક ભાગતો નથી. કેવી રીતે ભાગે? સોક્રેટિસનો નિર્ણય બહુ પ્યારો લાગે છે.
ચોથા સૂત્રમાં જે આજની વાત છે, સદ્્ગુણ જ્ઞાન છે. જ્યાં સારપ હોય છે ત્યાં જ્ઞાન હોય છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ ખરાબ નથી કરતી, એવું એક સૂત્ર છે. સદ્્ગુણની ચર્ચા સોક્રેટિસે બહુ કરી છે. સદ્્ગુણમાં પણ મુખ્ય સદ્ છે. આટલાં વર્ષો પહેલાં કહેવામાં આવેલી વાતો આજે આપણે ખોલીને એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા માટે એ પ્રાસંગિક છે. દેવે જેમને અનુમોદિત કર્યા હોય એમને દંડ ન દેવો જોઈએ. વ્યક્તિગત રૂપે હું કોઈને દંડ દેવાના પક્ષમાં નથી. સંવિધાન, ન્યાયતંત્ર એનું કામ કરે. કોઈએ કંઈ પણ કર્યું હોય, ક્ષમા કરી દો. રામરાજ્યમાં ‘દંડ’શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો હતો. સંન્યાસીઓના હાથમાં જે દંડ રહેતો હતો એકમાત્ર એના સંદર્ભમાં જ ‘દંડ’ શબ્દનો પ્રયોગ કરાતો હતો. વ્યક્તિ-વ્યક્તિની વચ્ચે ભેદ નહોતો. ક્ષમાને એટલી બધી કમજોર શું કામ સમજો છો?
કોઈ ગુનો કરે અને તમે પણ સ્વાભાવિક દંડ પક્ષી ન હો તો કેવળ જિસસને યાદ કરવા. એમણે એક વાક્ય કહ્યું હતું, આ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે! એમાં આખું શાસ્ત્ર આવી જાય છે. એક બાળક કદાચ ફોડી નાખે છે તો એને ખબર જ નથી કે એ શું કરી રહ્યો છે? સોક્રેટિસ જતી વખતે જે પ્રવચન આપે છે એ મને બહુ જ સારું લાગે છે. કહે છે, મારાં એથેન્સવાસીઓ; એ સંબોધન કોઈ વ્યક્તિવાચક નથી; આખું રાષ્ટ્ર એની સામે આવી જાય છે. કેટલો વિશાળ દૃષ્ટિકોણ રહ્યો હશે! એ કહે છે કે મારાં એથેન્સવાસીઓને મારે એટલું જ કહેવું છે કે મારી સાથે જે થઈ રહ્યું છે તે, પરંતુ મારા મનમાં કોઈ પ્રત્યે કટુતા નથી. નરસિંહ યાદ આવે છે,
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો.
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો. ⬛
(સંકલન : નીતિન વડગામા)
(www.divyabhaskar.co.in)

Thursday, February 14, 2019

લીંબુ અને સંતરાથી ઢંકાશે ફ્રાન્સ, જૂઓ કેવી હશે લેમન ફેસ્ટિવલની તસવીરો

દુનિયાભરના લોકો આ ફેસ્ટિવલની ઉજવણીમાં ભાગ લેશે.

આ ફેસ્ટિવલનાં કારણે ફ્રાન્સમાં વિદેશી પર્યટકોનાં ઘસારામાં વધારો થાય છે.

ફેસ્ટિવલની શરૂઆત 1895થી થઈ હતી. જેમાં લીંબુ અને સંતરાથી વિવિધ પ્રકારનાં આકારોમાં સજાવટ કરવામાં આવે છે. આ પ્રથા આજે પણ યથાવત છે.

આવનારા દિવસોમાં ફ્રાન્સ લીંબુ અને સંતરાથી ઢંકાયેલુ જોવા મળશે. આગામી 16મી ફેબ્રુઆરીથી ફ્રાન્સમં લેમન-ઓરેન્જ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.