Sunday, March 3, 2019

100 વીઘામાં અને 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઊમિયા માતાજીનું મંદિર, જુઓ તૈયારીઓ પૂરજોશમાં



મહાશિવરાત્રિને 4થી માર્ચ સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરશે. ત્યારે રાજ્ય અને વિશ્વભરના લાખો પાટીદારો હાજરી આપશે. ત્યારે ક્યાં આકાર પામી રહ્યું છે, વિશ્વ ઉમીયા ધામ કેટલા લોકો હાજરી આપશે અને કેવી કેવી વિશેષતા હશે?
ત્યારે પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 100 વિઘામાં 1 હજાર કરોડના ખર્ચે આ વિશ્વઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગરૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. 11 હજારથી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પુજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે. સાથે સાથે ભૂમિપૂજન માટે વિશ્વભરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. હજારો શ્ર્ધાળુંઓ વિશ્વ ઉમિયાધામ ભૂમિપૂજન પ્રસાદ ગ્રહણ કરશે.
સમગ્ર કાર્યક્રમની વાત કરીએતો સ્વયંસેવકોમાં IAS, IPS અને MLA સ્વયં સેવકો સેવા આવશે. જેમાં 2 આઈજી, 2 કલેક્ટર, 2 ધારાસભ્યો અને 15થી વધારે પૂર્વ DySP સેવા આપશે. રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20 હજાર લોકો સેવા આવશે. પાટીદાર સમાજ સિવાયના કેટલાક સમાજની બહેનોએ સેવા આપશે.


વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરના ભૂમિપૂજન વિસ્તૃત માહિતી
- 650 વિઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે
- 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
- 20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
- 5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
- 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
- 1200થી વધુ એસ.ટી. બસ તથા ખાનગી બસોમાંથી લોકો રાજ્યભરમાંથી આવશે
- અમદાવાદમાંથી 300 AMTS બસોમાં લોકો ઉમટશે
- 3.75 કિમી સ્કવેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે
- 400 વિઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ
- 2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
- 11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે
- 5 હજાર બહેનો 5 લાખ લોકોને ભોજન પ્રસાદ પીરસશે
- મોદી સાથે 22 હજાર લોકો મંદિરનું ભૂમિપૂજન કરશે



મહાશિવરાત્રિને થનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન લઈને કેટલાક રૂટો પણ લાખો મેદની લઇને રૂટો પણ ડાયવર્ટ કરવાની પોલીસ દ્વારા તૈયારી દર્શાવી છે. ત્યારે અમદવાદના આવેલા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દેશમાંથી આવતા લોકો ભીડભાડ વિના સ્થળે સરળતાથી પહોચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ પાસે આવેલા જાસપુર ગામ ખાતે આકાર થનાર વિશ્વઉમિયાધામ મંદિર સંકુલને જર્મન આર્કિટેક દ્વારા દોઝૈન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિએ આ મહાભૂમિપૂજનનું આયોજનમાં 11 હજારથી વધુ પાટાલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પુજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે.

No comments:

Post a Comment